ગુજરાતમાં ખળભળાટ: અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Live TV
-
ગુજરાતમાં શાળાઓ અને કોર્ટ બિલ્ડિંગો બાદ હવે રાજ્યના પરિવહન વિભાગ એટલે કે RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવી મુખ્ય RTO કચેરીઓને નિશાન બનાવી મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.ચારેય શહેરોની RTO કચેરીઓ ખાલી કરાઈ હતી અને ત્યાં ચાલતા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ કરી દેવાયા હતા. અરજદારો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને સમગ્ર પરિસરને સીલ કરી દેવામાં આવ્યું હતું. તો,, સ્થાનિક પોલીસ સહિત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોએ કચેરીના ખૂણેખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
