Skip to main content
Settings Settings for Dark

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતીની ભવ્ય ઉજવણી

Live TV

X
  • સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.વહેલી સવારે દાદા ની મંગળા આરતી બાદ દાદા ના જન્મોત્સવ ને લઈ 151 કિલો કેક સાથે 1 લાખ બ્લુન હવા માં ઉડાડવામાં આવ્યા હતા.

    ભક્તોમાં ભારે ઉત્સાહ.હજારોની સંખ્યામાં ભક્તોનુ ઘોડાપુર.સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાના દરબારમાં રોજ હજારોની સંખ્યામાં દાદાના ભક્તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્ય અને વિદેશોમાંથી પણ દાદાના દરબારમાં દર્શન કરવા આવતા હોય છે .

    ત્યારે લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલું સાળંગપુર હનુમાનજીનું મંદિર કે જ્યાં દર વર્ષે ભક્તિ અને ભાવ સાથે ધામધૂમથી હનુમાન જયંતી પર્વની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવને લઈ ગઈકાલે રાત્રે ભવ્ય આતશબાજી સાથે નામી કલાકારોના કંઠે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું .તો આજરોજ હનુમાન દાદાના જન્મોત્સવ દિન નિમિત્તે વહેલી સવારે દાદાની મંગળા આરતી તેમજ દાદાના જન્મોત્સવને લઈ 151 કિલો કેક કટિંગ તેમજ એક લાખ બલૂન હવામાં ઉડાડવામાં આવ્યા. દાદાના જન્મોત્સવને લઈ ભક્તોમાં તેમજ સંતો મહંતોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ હતો અને સમગ્ર પરિસરમાં જય શ્રી રામ જય હનુમાન દાદા ના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં જોવા મળેલ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply