Skip to main content
Settings Settings for Dark

MSME ક્ષેત્રે ગુજરાતની હરણફાળ: 30 લાખથી વધુ નોંધણી સાથે દેશના ટોચના 5 રાજ્યોમાં સ્થાન

Live TV

X
  • ગુજરાત રાજ્ય આજે ઉદ્યોગ અને સાહસિકતાના ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ MSME ઉદ્યમ રજીસ્ટ્રેશન ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતે પ્રથમ 5 રાજ્યોમાં સ્થાન મેળવી પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.

    હાલમાં રાજ્યમાં કુલ 30 લાખથી વધુ MSME એકમોએ ઉદ્યમ નોંધણી કરાવી છે. વિશેષ ગૌરવની વાત એ છે કે, દેશના સૌથી વધુ નોંધણી ધરાવતા પ્રથમ 10 જિલ્લાઓમાં ગુજરાતના અમદાવાદ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે.આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-2022 હેઠળ વ્યાપક સહાય રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈ-2022 ' અમલમાં છે. આ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને વિવિધ પ્રકારની આર્થિક અને માળખાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે:
     * કેપિટલ અને વ્યાજ સહાય
     * નેટ SGST અને EPF રીઈમ્બર્સમેન્ટ
     * ERP, ક્વોલીટી સર્ટીફીકેશન અને ZED સર્ટીફીકેશન સહાય
     * ટેક્નોલોજી એક્વીજીશન અને પેટન્ટ રજીસ્ટ્રેશન માટે મદદ
     * ઔદ્યોગિક પ્રદર્શનો, પ્લોટ-શેડ અને ભાડા સહાય જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.

    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત સરકાર રાજ્યના ઉદ્યોગોની પડખે ઊભી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ, ઉદ્યોગોને સમયસર નાણાકીય સહાય મળી રહે તે માટે તંત્ર કાર્યરત છે. ફેબ્રુઆરી 2026 બાદ, MSME એકમોની 5094 ક્લેઈમ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આમ MSME સહિત ઉદ્યોગોને કુલ ₹2310.91 કરોડની સહાયનું વિતરણ કરીને રાજ્ય સરકારે ઉદ્યોગોને આર્થિક બળ પૂરું પાડ્યું છે.મોટા કદના ઉદ્યોગોને પણ 'આત્મનિર્ભર ગુજરાત યોજના 2022' અને 'ઔદ્યોગિક નીતિ 2020' હેઠળ સતત પ્રોત્સાહન આપીને ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply