સિંહોના મોત મામલે SC-હાઈકોર્ટ ચિંતિત, રાજ્ય સરકાર પાસે માંગ્યો અહેવાલ
Live TV
-
સૌરાષ્ટ્રના ગિર અભિયારણમાં વારંવાર થતાં સિંહોના મૃત્યુને લઇને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ હેમાંગ શાહે અરજી કરી હતી. જેના આજે સુનાવણી થતાં હાઇકોર્ટે સિંહોના વિવિધ કારણોસર થતાં મૃત્યુ અંગે સવિસ્તૃત અહેવાલ આપવા રાજ્ય સરકારને કહ્યું છે.
ગીરના જંગલમાં ગિરમાં સંખ્યાબંધ વપરાશ વગરના ખુલ્લા કુવાઓ, ઇલેકટ્રીક ફેન્સીંગ અને રસ્તાઓ ઉપર એનકેન કારણોસર સિંહોના મૃત્યુના કિસ્સાઓ બહાર આવે છે. તે ચિંતાને ધ્યાને લઇ આ અરજી પરની આજે સુનાવણી થતાં હાઇકોર્ટે ઇલેકટ્રીક ફેન્સીંગ અને ખુલ્લા કુવાઓ પૂરવા પર તાત્કાલીક પગલા લેવા સરકારને આદેશ કર્યો છે. કેસની વધુ સુનાવણી આગામી સોમવારે થશે.
બીજી તરફ સુપ્રિમ કોર્ટે પણ સિંહોના મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સિંહોને બચાવવા માટે સરકાર શું પગલા ભરી રહી છે, તેનો અહેવાલ પણ માંગ્યો છે.
