Skip to main content
Settings Settings for Dark

દુષ્કર્મ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કેસો માટે બનશે ફાસ્ટટ્રેક કોર્ટ

Live TV

X
  • રાજ્યમાં બાળકીઓ પર થતાં દુષ્કર્મને રોકવા માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકીઓ પર દુષ્કર્મ કરનાર તત્વોને ફાંસીની સજા આપવા માટે સરકાર કૃતનિશ્ચયી હોવાનું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીઓ અને મહિલાઓ પર થતાં દુષ્કર્મ પ્રત્યે સરકાર અત્યંત સંવેદનશીલ છે. 

    તેમણે કહ્યું કે, જો ભોગ બનનાર બાળકી 12 વર્ષથી નીચેની હોય તો આવા કેસમાં આરોપીઓને ફાંસી સુધીની જોગવાઈ કરવામાં આવશે. જો બાળકી 14 વર્ષથી નીચેની ઉંમરની હોય તો તેને 4.50 લાખ રૂપિયાનું વળતર અને મહિલાઓને 3 લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. 

    બીજી તરફ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નામદાર કોર્ટને વિનંતી કરી છે કે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને બે મહિનામાં જ ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ થાય. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply