ભાવનગરમાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો
Live TV
-
ભાવનગરની ,સર.ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ભારે વધારો થયો છે ત્યારે પહેલી ઓક્ટોબરે અહીં આશીયાનાબેન સૈયદ નામની મહિલાનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં સર.ટી. હોસ્પિટલમાં 29 કેસ નોંધાયા છે. જે પૈકી 12 કેસ પોઝીટીવ આવ્યા હતા જેમાં ૬ લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા. જયારે 9 દર્દીઓને સારું થઇ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હજુ 11 દર્દીઓ શંકાસ્પદ સ્વાઈનફ્લૂને લઈને સારવાર લઇ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ખાસ અહીં 70 બેડનો અત્યાધુનિક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
