અમદાવાદમાં આઇસોલેટેડ વોર્ડ શરૂ કરાયો
Live TV
-
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો થતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે. સ્વાઇનફ્લૂનું મુખ્ય કારણ ચોમાસાની ઋતુનું સમાપન અને શીયાળાની ઋતુની શરૂઆતની બેવડી ઋતુની અસરને લીધો લોકોમાં તાવ, ખાંસી અને શરદી જેવી બીમારીઓ જોવા મળે છે. તેના લીધે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ માટે અમદાવાદની સોલા સીવીટ હોસ્પિટ ખાતે આવા દર્દીઓની ખાસ સારવાર માટે આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુંધીમાં સાત દર્દીઓને સારવાર અપાઇ છે. તેમાં ત્રણ કેસ પોઝીટીવ જણાતા તેમને ખાસ સારવાર હેઠળ રાખ્યા તેમ ડો. અજેશ દેસાઇએ જણાવ્યું હતું
