Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાનનો વડનગરથી પ્રારંભ 

Live TV

X
  • સરકારની કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી અને જરૂરીયાત મંદ સુધી પહોચે એ માટે દેશ લેવલની એક કમિટી  પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાન ચલાવી રહી છે. જેમાં સાંસદો તથા ધારાસભ્યો પણ સામેલ રહી આ યોજના ઓ નો પ્રચાર પ્રસાર કરે છે. 

    મહેસાણા જીલ્લાના વડનગર ખાતે તેની શરૂઆત કરાઈ હતી. ભારતનાં જુદા જુદા પ્રદેશ માંથી કાર્યકરો રહ્યા હાજર રહ્યા હતા. જેના અદ્યક્ષ તરીકે  રાજ્ય સભાના સાંસદ અને લેફ્ટનન્ટ જનરલ ડો,ડી પી વસ્ત કામગીરી કરી રહ્યા છે. 

    કમીટી દ્વારા મહેસાણા જિલાના વડનગર સ્થિત હાટકેશ્વર મંદિર ખાતે  સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી ની અદ્યક્ષતામાં એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ પૂર્વ સાસદીય સચિવ બાબુભાઈ પટેલ –દસકોઇ હાજર રહ્યા હતા.  દેશના જુદા જુદા ભાગમાંથી આવેલા પ્રતિનિધિઓએ આ યોજનાનું મહત્વ અને કેવી રીતે તેનો લાભ લઇ શકાય તે સમજાવ્યું હતું.

    આવેલ મહેમાનોનું વડનગર નાગરીક સંગઠનના સુનીલભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અદ્યક્ષ સામાજિક કાર્યકર સોમાભાઈ મોદીએ આ અભિયાનનાં અધ્યક્ષને વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણની મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply