Skip to main content
Settings Settings for Dark

પેટ્રોલ- ડિઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો, કેન્દ્રની અપીલ બાદ રાજ્ય સરકારનો નિર્ણય

Live TV

X
  • નાણામંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ- ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ બંનેમાં રૂપિયા 2.50નો ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં 1.50 નો અને ઑઈલ કંપનીઓએ 1 રૂપિયાનો ઘટાડો કરતાં ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો થયો છે. 

    કેન્દ્ર સરકારની જાહેરાતમાં નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ વેટમાં ઘટાડો કરવા અપીલ કરી હતી. તેમની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ- ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.  રાજ્ય સરકારે પણ પેટ્રોલ- ડિઝલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 

    જેના પગલે હવે રાજ્યમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગને રાહત મળશે. સાથે જ ખેડૂતોને પણ ફાયદો થશે. ગુજરાત સરકાર બાદ મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ- ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીયધ્યક્ષ અમિત શાહે આ નિર્ણયને આવકાર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply