Skip to main content
Settings Settings for Dark

રાજુ દુબઈના 7 દિવસના રિમાન્ડ ખંભાળીયા ડિસ્ટ્રીક્ટ કોર્ટે કર્યા મંજૂર 

Live TV

X
  • દ્વારકાના સલાયા નજીક બે મહિના પહેલાં પકડાયેલ 15 કરોડ હેરોઈન કેસમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધાર રાજુ દુબઈના 7 દિવસના રિમાન્ડ ખંભાળીયા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મંજૂર કર્યા છે. આ કેસમાં એટીએસએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આ કેસનો મુખ્ય આરોપી માંડવીના રાજુ દુબઇ ઉર્ફે અરશદ સોટ્ટાને પોલીસે નેપાળ બોર્ડરથી ઝડપી પાડયો હતો. 

    તેનાં 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આરોપીનાં 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે તપાસમાં રાજુ દુબઈનું પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવ્યું હતું. હેરોઇન વેચીને મળતા નાણાં આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ પહોચાડતા હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    મહત્વનું છે કે ગુજરાત એટીએસએ તા. 12 ઓગષ્ટના સલાયામાંથી રૂ. 15 કરોડના 5.5 કિલો હેરાઇન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જૈ પેકી 300 કિલો હેરોઈન ઉત્તર ગુજરાતના ઉંઝા ખાતે ડિલીવરી કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply