આયુષ્યમાન ભારત યોજનાનો સૌ પ્રથમ લાભ મોરબીની મહિલાને મળ્યો
Live TV
-
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય કેન્દ્ર સરકારની યોજનાનો સૌ પ્રથમ લાભ મોરબીના ગરીબ પરિવારને મળ્યો છે. આ યોજનાનો લાભ એક મહિલાને મળ્યો છે. મોરબીની એક મહિલાનું આ યોજના દ્વારા નિઃશુલ્ક નિરીપ્લેસમેન્ટ (ઘૂંટણ રિપ્લેસમેન્ટ) કરાયું છે.
મોરબીના સામાન્ય ઘરની 60 વર્ષીય મહિલા જીવી બેનને આ યોજનાનો લાભ મળ્યો છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત સમગ્ર દેશનું સૌ પ્રથમ રિપ્લેશમેન્ટ ઓપરેશન (ઢીચણ ના સાંધા નું ઓપરેશન) કરવાનો શ્રેય મોરબી ની આયુષ હોસ્પિટલના ફાળે જાય છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા જીવીબહેન નામના મહિલાને છેલ્લા ઘણા સમયથી પગમાં દુખાવાની ફરિયાદ હતી. જે અંતર્ગત મોરબીની આયુષ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જીવી બહેનને ઓપરેશનની જરૂર હતી પણ આર્થિક રીતે નબળા હોવાથી જીવી બહેનના પરિવારજનો ચિંતિત હતા.
જો કે ૬૦ વર્ષના જીવી બહેનના નિદાન દરમિયાન ડોક્ટરની ટીમે માહિતી આપી કે તેઓ ને ભારત સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થી તરીકે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે. જીવીબહેનના પુત્રએ કમલેશ ભાઈએ પ્રધાનમંત્રીની આ યોજનાને ગરીબો અને મધ્યમવર્ગ માટે આર્શીવાદ રુપ ગણાવી હતી.
