Skip to main content
Settings Settings for Dark

સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી અને અમેરિકાના ડો. અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત

Live TV

X
  •  તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. અસીમ શુક્લાએ બે વર્ષની જહેમત બાદ બાળકોમાં જોવા મળતી 'બ્લેડર એક્સટ્રોફી' અને પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓ પર ડોક્ટરો માટે અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. 

    18 વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાન આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનોને જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં પથદર્શક બનશે.
    વૈશ્વિક ખ્યાતિ ધરાવતા પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ ડો. પી.પી. સાલે, પૌલ મેરગુરિયન, પ્રમોદ રેડ્ડી, દાના વેઇસ અને ડો. અસીમ શુક્લા સાથે સિવિલ અમદાવાદના ડો. રાકેશ જોષી અને ડો. જયશ્રી રામજીના સહયોગથી 22 વર્ષ બાદ આ વિષય પર વિશ્વને આવું વ્યાપક પુસ્તક પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 18 વર્ષથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સાથે ચાલતા બ્લેડર એક્સટ્રોફી સર્જિકલ વર્કશોપની સફળતા અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ 450 પાનાનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે.

    આ પુસ્તકમાં વિશ્વભરના અગ્રણી ડોક્ટરો દ્વારા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે જન્મજાત ખામીઓના નિદાન, તેના આનુવંશિક જોખમો અને ખામીઓને સુધારવા માટેના આધુનિક સર્જિકલ અભિગમોને વિસ્તારપૂર્વક આવરી લેવામાં આવ્યા છે. વધુમાં, ઓપરેશન બાદનો દુખાવો ઘટાડવા, દર્દીને ઓછામાં ઓછું હોસ્પિટલમાં રોકાવું પડે અને કોસ્મેટિક રીતે પણ સર્જરી બાદ બાળકનો દેખાવ સુધરે તેવી નવીન સર્જિકલ ટેકનીકોની વિગતો આ પુસ્તકને વિશ્વભરના બાળ યુરોલોજિસ્ટ માટે વિશેષ બનાવે છે. આ પુસ્તક બાળકોમાં પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓની સારવાર અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવો વિશ્વાસ ડો. રાકેશ જોષીએ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply