સી.આર.પી.એફ.ના ઉપક્રમે વિવિધ સુરક્ષાદળો દ્વારા યોજાયી 7 કિમી.ની મીની મેરાથોન
Live TV
-
રાજ્ય સરકાર પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે પણ અભિયાન શરૂ કરશે જેમાં ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકાને સાંકળવામાં આવશે
ગાંધીનગર ખાતે સી.આર.પી.એફ.ના ઉપક્રમે વિવિધ સુરક્ષાદળો દ્વારા વિશ્વ પર્યવારણ દિવસ - 2018 ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ 7 કિમી.ની મીની મેરાથોન કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તેમના પ્રાસંગીક પ્રવચનમાં પ્રદિપસિંહે કહ્યું કે રાજ્યમાં જળસંચય માટે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હાથ ઘર્યું હતું. તે રીતે હવે રાજ્ય સરકાર પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે પણ અભિયાન શરૂ કરશે જેમાં ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકાને સાંકળવામાં આવશે. મીની મેરાથોનના વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર અને ઇનામી રાશી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા અને સી.આર.પી.એફ.ના ડી.આઇ.જી. કે.એમ.યાદવે સાથે સ્વર્ણિમ પાર્ક ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ મીની મેરાથોનમાં , સી.આર.પી.એફ., આઇ.એ.એફ., બી.એસ.એફ., એન.ડી.આર.એફ., આર્મી અને આર.એ.એફ.ના 403 જવાનો તેમજ 97 મહિલા જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે સુરક્ષાદળોના ઉચ્ચ અધિકારીઓ, જવાનો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
