Skip to main content
Settings Settings for Dark

"સુપોષિત ગુજરાત" તરફ મજબૂત કદમ

Live TV

X
  • "સુપોષિત ગુજરાત" તરફ મજબૂત કદમ: રાજ્યભરમાં ‘પોષણ માહ-2026’ની વ્યાપક ઉજવણી, 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ નોંધાઈ

    ગુજરાત સરકાર દ્વારા "આપણી આંગણવાડી, આપણી જવાબદારી"ની ભાવના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ‘પોષણ માહ-2026’ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણને એક સફળ જનઆંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા આ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો.

    રેકોર્ડબ્રેક સિદ્ધિ: ગુજરાતે દેશમાં મેળવ્યું અગ્રીમ સ્થાન

    ગત તા. 27 સપ્ટેમ્બર,2026 સુધીમાં ગુજરાતે કુલ 2.43 કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ નોંધાવીને સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 56.13 લાખ પ્રવૃત્તિઓ તથા અન્ય સંલગ્ન વિભાગો દ્વારા 1.87 કરોડ જેટલી પ્રવૃત્તિઓ સંપન્ન કરવામાં આવી છે.

    આ મહાઅભિયાનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ પ્રભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ અને શિક્ષણ વિભાગ સૌથી વધુ યોગદાન આપનારા ટોચના પાંચ વિભાગો રહ્યા છે. જ્યારે જિલ્લાવાર પ્રવૃત્તિઓમાં મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા અગ્રણી જિલ્લાઓ તરીકે ઉભરી આવ્યા છે.

    પોષણ જાગૃતિ અને વિવિધ આહાર પર વિશેષ ભાર

    આ માહ દરમિયાન આહારની વિવિધતા અને પ્રોટીનયુક્ત ખોરાકના સેવન અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવાઈ રહી છે. સ્થાનિક પૌષ્ટિક ખાદ્યપદાર્થો, મિલેટ્સ (શ્રીઅન્ન), કઠોળ, લીલા શાકભાજી, ફળો, દૂધ અને બદામ-બીજના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પૌષ્ટિક વાનગી નિદર્શન, THR અને મિલેટ્સમાંથી બનેલી વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.

    સુરત જિલ્લામાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્યપ્રદ આહાર અને જંકફૂડના વિષય પર જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં કલેક્ટરની ઉપસ્થિતિમાં વિશાળ પોષણ જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.

    આંગણવાડીઓ બની રહી છે પ્રારંભિક બાળ વિકાસના સક્રિય કેન્દ્રો

    રાજ્યની આંગણવાડી કેન્દ્રોને માત્ર સેવા કેન્દ્રો નહીં પરંતુ પોષણ અને પ્રારંભિક બાળ વિકાસના સક્રિય કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. અહીં ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ તાજું ગરમ ભોજન પૂરું પાડવામાં આવે છે. આંગણવાડી મેનેજમેન્ટ કમિટીને સક્રિય કરી "મારી આંગણવાડી – મારી જવાબદારી" અંતર્ગત કમ્યુનિટી ઓનરશિપ મજબૂત કરવામાં આવી રહી છે.

    બાળકના પ્રથમ 1000 દિવસ અને શરૂઆતના 6 વર્ષ માટે અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ, 'પોષણ સંગમ' જેવી પહેલ દ્વારા કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરી આરોગ્ય વિભાગ સાથે રેફરલ અને સારવાર સંકલિત કરાઈ છે.

    વર્ષ 2026માં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતૃપ્તિ અભિયાન ચલાવીને ગર્ભવતી અને ધાત્રી માતાઓની નોંધણી વધારવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પોષણને માત્ર એક માસની પ્રવૃત્તિ ન ગણતા તેને દૈનિક જીવનશૈલી બનાવીને "સુપોષિત ગુજરાત"ના નિર્માણ માટે દૃઢ સંકલ્પબદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
apply