સુરતના મહિલા IPSએ દુષ્કર્મ વિરુદ્ધ સમાજમાં જાગૃતિ લાવવા રચી કવિતા
Live TV
-
સતત વધી રહેલા જાતીય સતામણીના કેસોને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેરના એક મહિલા આઈપીએસ અધિકારીએ પ્રયાસ કર્યો છે.
સુરતમાં જ ત્રણ માસૂમ બાળકીઓ સહિત રાજ્ય અને દેશભરમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે આવા જાતિય સતામણીબ કેસોને અટકાવવા માટે સુરતના મહિલા આઇપીએસ અધિકારી વિધિ ચૌધરીએ એક કવિતા બનાવી છે.
જેના થકી તેમણે સમાજના લોકોમાં જાતીય સતામણી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમની આ માર્મિક કવિતાએ લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. હા આ એજ કવિતા છે કે, જેની રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રશંસા કરી ચૂક્યા છે.
આઇપીએસ અધિકારી વિધિ ચૌધરીની કવિતા એવા દરેક વાલીઓ માટે છે કે, જેના બાળકો જાતીય સતામણીના ભોગ બન્યા છે.
