સુરતની મહિલા પોતાના બાળકો સાથે કાર ડ્રાઈવ કરીને ભારતના ચારેય છેડે લહેરાવશે તિરંગો
Live TV
-
સુરતમાં રહેતા ભારૂલતા પટેલ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને તેઓ આઝાદી કા અમૃત્ત મહોત્સવની ઉજવણી કરવાના આશ્રયથી કાર દ્વારા 65,000 કિમીની ભારત ભ્રમણ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે. સાથોસાથ વિવિધ રાજ્યોના નાગરિકોમાં કેન્સર અને ટીબી પ્રત્યે જનજાગૃતિ પણ ફેલાવશે. મૂળ ભારતીય અને બ્રિટિશ નાગરિકતા ધરાવતા અને હાલ સુરતમાં રહેતા મહિલા ભારૂલતા પટેલ 'મિશન ભારત' પ્રોજેક્ટ હેઠળ પોતાના બંને બાળકો સાથે કાર ડ્રાઈવ કરી આઝાદી કા અમૃતસવને લઈને સમગ્ર ભારતમાં 65,000 કિમીની યાત્રા કરશે અને ભારતના ચારેય છેડે તિરંગો લહેરાવશે. ઉપરાંત 15 ઓગસ્ટ, 2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે. આ અભિયાનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેમના 'ટીમ મમ એન્ડ ટુ કિડસ' ડ્રાઈવિંગ મિશન હેઠળ સાડા ચાર મહિના સતત કાર ડ્રાઈવિંગ કરશે અને દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને કેન્સર તેમજ ટીબી સામે જનજાગૃતિ ફેલાવશે. આ અભિયાન પૂર્ણ થયા બાદ તેઓ કાર ડ્રાઈવિંગના આ મોટા પડકારને પૂર્ણ કરનાર માતા અને બે બાળકોની ટીમ પ્રથમ બનશે.
ભારૂલતા પટેલ માતૃભૂમિના પ્રેમથી ખેંચાઈને તેવો હાલ ફરી બ્રિટન છોડી સુરતના વેસુ ખાતે પતિ અને બે પુત્ર સાથે નિવાસ કરી રહ્યાં છે. ભારત ભ્રમણ કરવા જઈ રહેલ ભારૂલતા પટેલે જણાવ્યું હતું કે, તેવો ખુદ કેન્સર પીડિત રહી ચૂક્યા છે. લોકો કેન્સરને ફર્સ્ટ સ્ટેજમાં ઓળખી શકે એ માટે તેઓ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરી રહ્યા છે. સુશિક્ષિત અને મહિલાશક્તિની મિસાલ એવા ભારૂલતા પટેલ યુકેમાંથી બેરિસ્ટરની પદવીપ્રાપ્ત છે અને ઓટોમોબાઈલ એક્સપેડિટર તરીકે વિશ્વવિખ્યાત છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઘણાં ડ્રાઈવિંગ અભિયાનો હાથ ધરીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે આ વખતે ભારતમાં તેમના બંને બાળકો સાથે વધુ એક સાહસિક અભિયાન શરૂ કર્યું છે.
