સુરતની વિદ્યાર્થિની ખુશી ચાંદલિયાને યુનોના ઇકો જેનરેશનની બ્રાન્ડ ઇએમ્બેસેડર તરીકે વરણી કરવામાં આવી
Live TV
-
વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન પર્યાવરણની સુરક્ષા છે, જેને લઈને વિશ્વ આખું ચિંતિત છે. ત્યારે યુનો દ્વારા પર્યાવરણની સુરક્ષા અને જાળવણી થાય તે માટે યુવાનોને પ્રમોટ કરવામાં આવી રહ્યાં છે. યુવાનો દ્વારા પર્યાવરણ અંગેનો પ્રચાર-પ્રસાર થઈ શકે તે હેતુથી ખાસ એક પ્લેટફોર્મ બનાવાયું છે. જેમાં યુવાનોને પર્યાવરણ બાબતે પોતાના રસ મુજબ સ્થાન આપવામાં આવ્યું છે. એમાં પણ સુરતની અને હાલમાં 12માં ધોરણની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થિની ખુશી ચાંદલિયાને યુનોના ઇકો જેનરેશનની બ્રાન્ડ ઇએમ્બેસેડર તરીકે વરણી કરવામાં આવી છે. નાની ઉંમરમાં મોટું સ્થાન અને જવાબદારી મળતા ખુશી અને તેના પરિવારએ ખુશી અનુભવી છે.
