Skip to main content
Settings Settings for Dark

સુરતમાં યોજાયેલ VGRCમાં 15 દેશોના ખરીદદારો સાથે રિવર્સ બાયર-સેલર મીટ યોજાઈ 

Live TV

X
  • FIEO અને રાજ્ય સરકારના સહયોગથી RBSM દ્વારા નિકાસ ક્ષેત્રે નવી તકો સર્જાશે

    રાજ્યના વિવિધ ઝોનમાં ઉદ્યોગોને વેગ આપવા માટે મહેસાણા અને રાજકોટની સફળતા બાદ, હવે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને MSME એકમોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે બે દિવસીય દરમિયાન 'વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ'ની ત્રીજી આવૃત્તિમાં ખરીદદારો સાથે રિવર્સ બાયર-સેલર મીટ યોજાઈ હતી. આ કોન્ફરન્સનું સૌથી મહત્વનું પાસું ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'રિવર્સ બાયર-સેલર મીટ' છે. આ પહેલ હેઠળ યુકે, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા અને યુએઈ સહિત ૧૫ થી વધુ દેશોના 45થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુરત આવ્યા હતા. આ પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક નિકાસકારોને વિદેશી બાયર્સ સાથે સીધી B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ કરવાની તક મળી હતી અને જેઆવનાર  સમયમાં લાંબાગાળાના વેપારી સંબંધો સ્થાપવામાં મદદરૂપ થશે. 

    આ કોન્ફરન્સમાં સુરતની ઔદ્યોગિક ક્ષમતાના મુખ્ય સ્તંભ સમાન ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ તેમજ ફૂડ અને એગ્રો પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી આ પ્લેટફોર્મ દ્વારા વેપાર સાથે વિવિધ જ્ઞાન આધારિત સેમિનાર, B2B અને B2G મીટિંગો દ્વારા પ્રાદેશિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમને નવી ગતિ આપશે. ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSMEs) માટે આ RBSM આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની ઓળખ બનાવવાની અને નિકાસની નવી તકો ઝડપવાની એક સુવર્ણ તક સાબિત થશે, જે પ્રદેશના સર્વગ્રાહી આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.

    આ બે દિવસીય વાઈબ્રન્ટ સમિટમાં વેપાર સાથે જ્ઞાન આધારિત સેમિનાર, B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) મીટિંગો અને ટેકનિકલ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે, સુરતની આ આવૃત્તિ પ્રાદેશિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSMEs) ને નિકાસના નકશા પર મોખરે લાવવામાં નિર્ણાયક સાબિત થશે. દક્ષિણ ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ એ ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે ખોલશે આર્થિક સમૃદ્ધિના દ્વાર  અને જે આગામી સમયમાં રાજ્યના આર્થિક વિકાસ અને 'મેક ઇન ગુજરાત' અભિયાનને નવી ગતિ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply