Skip to main content
Settings Settings for Dark

સુરતમાં કડક નિયમોના પાલન સાથે હીરા ઉદ્યોગ ફરી થશે શરૂ

Live TV

X
  • સુરત હીરા ઉદ્યોગ ફરી કરાશે શરૂ-હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને નિયમોનુ ચુસ્ત પાલન કરવા કરાયુ સૂચના-ડાયમંડ એસોશિએશન ખાતે હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને વેપારીઓ સાથે બેઠકમાં લેવાયો નિર્ણય

    સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 5500ને પાર થઈ ચૂક્યો છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં વધતા કોરોના સંક્રમણને રોકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેક્સટાઇલ ઉદ્યોગની જવાબદારી નવસારીના સાંસદ સી.આર.પાટીલને સોંપી હતી.

    જે અંતર્ગત સી.આર. પાટીલે આજે સવારે 11-30 વાગે ટેક્સટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે મિટિંગ કરી ટેક્સટાઈલ ઉદ્યોગને ચાલુ રાખવું છે કે કેમ તે અંગે સૂચનો લીધા હતા. જેમાં તમામ ટેક્સટાઈલ અગ્રણીઓએ એક સૂરમાં કહ્યું હતું ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ કરવો એ કોઈ ઉપાય નથી.

    નિયમોનું ચુસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા મુદ્દાઓ પર તમામે સંમતિ વ્યક્ત કરી હતી. સી.આર.પાટીલે પણ જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગ બંધ થશે તો તેને ફરી શરૂ કરવા મુશ્કેલી ઉભી થશે. જોકે સોમવારે અધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનર સાથે વધુ ચર્ચા બાદ આ અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply