Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ

Live TV

X
  • રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી યથાવત રહી છે. વાત કરીએ રાજકોટની તો જિલ્લાના જસદણમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે., જામનગરના લાલપુરમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે.

    ગીરસોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા સતત પોતાનું હેત વરસાવી રહ્યાં છે. જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં કોડીનાર , તાલાળા, વેરાવળ, સુત્રાપાડા, ઉના અને ગીરગઢડામાં સરેરાશ અડોધોથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ગીરમાં માંથી પસાર થતી નદીઓમાં પુર આવ્યું છે. પંથકની હિરણ, કપિલા, આંબખોઈ અને સરસ્વતી નદીમાં પુર આવતા નદીઓ બે કાંઠે વહી રહી છે.

    બીજી તરફ પ્રાચીતીર્થની સરસ્વતી નદીમાં સીઝનનું પહેલું વ્યું પુર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેરમાં તાલુકામાં પણ હળવોથી ભારે વરસાદ ખાબક્યો છે. તો જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગઇકાલ સાંજ થી સતત વરસાદ યથાવત રહ્યો છે.

    ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જિલ્લાના મહુવા, તળાજા, અલંગ, ઘોઘા સહીતના તાલુકા મથકોમાં વહેલી સવાર થી ઝરમર વરસાદ નોંધાયો છે. વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો, છેલ્લા બે દિવસથી છૂટા છવાયા વરસાદ બાદ આજે નવસારી શહેર સહિત ગણદેવી, જલાલપોર, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામા ગઈ કાલ સંધ્યાકાળથી ધીમીધારે વરસાદના આગમન સાથે સવારે ધોધમાર વરસાદ ખાબકતાં નવસારીમાં અને વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

    જેના પગલે નગરજનો અને વાહનચાલકોને હાલાકી પડી હતી. આ તરફ વલસાડ જિલ્લા માં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન બન્યાં છે. વલસાડ સહિત વાપી, ધરમપુર ,કપરાડા તેમજ ઉમરગામ અને પારડીમાં વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ભરૂચ જિલ્લાના વાલીયા,નેત્રંગ અને ઝઘડિયાના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply