Skip to main content
Settings Settings for Dark

આજે ગુરૂપૂર્ણિમા, અનલોકના નિયમોને લઈને ઓનલાઈન માધ્યમથી કરાશે ગુરૂવંદના

Live TV

X
  • મોટાભાગ ના મંદિરોએ ઓન લાઈન પૂજા નું કર્યુ આયોજન

    કોરોના સંક્રમણના કારણે હાલ તહેવારોની સિઝનમાં પણ સોશિયલ ડિસ્ટસિંગના પાલન હોવાના કારણે તેમજ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા આજે સમગ્ર દેશમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ખુબ સાદાઈથી થઈ રહી છે, જેમાં મોટાભાગની ધર્મસંસ્થાઓ દ્વારા ઓનલાઈન માધ્યમથી ગુરૂવંદના કરવા માટે સુચન કરાયું છે.

    બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાની વાત કરીએ તો આજે સાંજે ઓનલાઈન પૂજાનું આયોજન કરાયું છે, જેમાં સંતોના સૂચન મુજબ ઘરે રહીને જ દરેક વ્યક્તિઓએ ગુરૂહરીનું પૂજન કરવાનું આયોજન કરાયું છે. તો અન્ય સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પણ આ પ્રકારના આયોજનો કરાયા છે. જ્યારે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા પણ પ્રથમવાર ફેસબુક લાઈવ વેદવ્યાસ પૂજા, ગુરૂપાદુકા પૂજાનું આયોજન કરાયું છે.

    આ તરફ કથાકાર મોરારીબાપુ દ્વારા પણ વ્યાસપીઠ પર થી કહ્યું કે તલગાજરડા માં ઘણા વર્ષોથી ગુરુપૂર્ણિમા ની ઉજવણી વિનય પૂર્વક બંધ કરી દેવામાં આવી છે. જે આ વર્ષે પણ બંધ રહેશે. લોકો પણ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેમજ પોતાના ઘરોમાં રહી ગુરુપૂજન અને ગુરુવંદના કરે તે જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply