Skip to main content
Settings Settings for Dark

સુરતમાં તૈયાર કરાઈ રામ મંદિર થીમ આધારિત સાડી

Live TV

X
  • દેશભરના જેટલા પણ રામ મંદિર છે ત્યાંથી સાડીની માંગણી કરવામાં આવશે તો નિ:શુલ્ક સાડી સુરતથી મોકલવામાં આવશે.

    જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યા શક્તિ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 મી જૂન ના રોજ થવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

    પ્રોટોકોલના કારણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રિતો જ હાજરી આપશે ત્યારે દેશના અન્ય લોકો પોતાની ભક્તિ અને શક્તિને ધ્યાનમાં રાખીને આ મહોત્સવમાં જોડાઈ રહ્યા છે. હીરા નગરી સુરતમાં ચાંદી સોનાને હીરાની રામ મંદિરની મૂર્તિઓ વગેરે બનાવવામાં આવ્યા હતા. 

    હવે કાપડ નગરી એવા સુરતમાં શ્રીરામ મંદિર અને શ્રીરામ ભગવાનની થીમ ઉપર સાડી બનાવવામાં આવી છે. જેને સુરતના કાપડના વેપારીઓ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. આ સાડીમાં શ્રીરામલલ્લા અને રામ મંદિરનું ચિત્ર બનાવવમાં આવ્યું છે. વેપારીઓ દ્વારા બનાવવામાં આવેલી પહેલી સાડી સુરતના ડુંભાલ સ્થિત હનુમાન મંદિર ખાતે માતા સીતાને અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સુરતમાં આવેલા તમામ રામ મંદિર જ્યાં સીતા માતા ની મૂર્તિ પણ છે ત્યાં નિશુલ્ક આપવામાં આવશે.  

    ઉપરાંત દેશભરના જેટલા પણ રામ મંદિર છે ત્યાંથી સાડીની માંગણી કરવામાં આવશે તો નિ:શુલ્ક સાડી સુરતથી મોકલવામાં આવશે. આ સાથે જ એક સાડી અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પણ મોકલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply