સુરતમાં સ્ટીલ પ્લાન્ટનું લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવાર દ્વારા ભૂમિ પૂજન
Live TV
-
આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ દ્વારા સુરતમાં પ્લાન્ટનું મિત્તલ સ્ટીલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવારે ભૂમિ પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહયાં હતાં.
સ્ટીલ ઉત્પાદનમાં દુનિયાની સૌથી મોટી કંપની આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ દ્વારા સુરતમાં કાર્યરત પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યો છે, જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ બનવાથી કંપની 11 MTPA સ્ટીલનું ઉત્પાદન કરી શકશે. કાર્યક્રમમાં સંબોધન કરતાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે 'ભૂમિપૂજનમાં તો પ્રધાનમંત્રી હાજર રહી શક્યા નથી, પરંતુ પ્લાન્ટ તૈયાર થઈ જાય ત્યારે શરૂ કરવા નરેન્દ્ર મોદી આવે તેવી આશા છે. અહીં બનાવવામાં આવેલ સ્ટીલનો ઉપયોગ ગતિશક્તિ ટ્રેનમાં પણ કરવામાં આવશે. અહીં અમે 60 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું. આનાથી 60,000 લોકોને રોજગારી મળશે.' મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સ્ટીલ ઉત્પાદનમાં પણ ગુજરાત મોખરે રહેશે. 8.66 લાખ પર ઉત્પાદન ક્ષમતા પર પહોંચી છે. 70 હજાર કરોડનું ટર્ન ઓવર જેટલો ફાળો આ ઇન્ડસ્ટ્રી આપે છે. સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે આપણું રાજ્ય મોખરાનું રાજ્ય બને તેવી આશા છે.
વાયબ્રન્ટ ગુજરાત જેવી સમિટને કારણે ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. દેશના GDP માં 8% થી વધુનું યોગદાન ગુજરાત આપે છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા, અને તમામને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમને જણાવ્યું હતું કે નવા વર્ષમાં તમામને ટેક્નોલોજીની મદદથી મળવાનો મોકો મળ્યો. તમામનું નવું વર્ષ ખૂબ સારું જાય તેવી શુભેચ્છા. પ્લાન્ટના માધ્યમથી માત્ર ઇન્વેસ્ટમેન્ટ નથી થઈ રહ્યું. ભવિષ્ય માટેના દ્વાર પણ ખુલી રહ્યા છે. દેશ વિદેશના યુવાઓ માટે રોજગારના અવસર વધશે. સ્ટીલ સેકટર મજબૂત થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય છે. સ્ટીલ સેકટર આગળ વધે છે તો રોડ રસ્તા સહિત ટ્રાન્સપોર્ટ પણ આગળ વધે છે. અત્યાર સુધી આપણે આયર્ન એકપોર્ટ કરી ને જ સંતોષ માનતા હતા. આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજારમાં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે. આ ટેક્નોલોજી ઇલેક્ટ્રિક વેહિકલ ક્ષેત્રમાં તેમજ અન્ય ક્ષેત્રમાં ખૂબ કામ લાગશે. ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ આ ચુનોતી સ્વીકારી લીધી. INS વિક્રાંત એક ઉત્તમ ઉદાહરણ છે, ભારતે અસંખ્ય મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કરી ને INS વિક્રાંત બનાવ્યું. હાલ આપણે 154 લાખ ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કરીએ છીએ. આગળના વર્ષોમાં 300 લાખ ટન ઉત્પાદન કરીશું. એવી ટેક્નોલોજી પણ લાવી રહ્યા છે કે કાર્બનનું ઉત્પાદન ઓછું કરે અથવા કાર્બનનો રી-યુઝ કરે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે.
