સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ, ઑડ ઈવન પ્રમાણે ખૂલશે દુકાનો
Live TV
-
રાજ્યમાં દીન-પ્રતિદીન કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે, એમાં પણ છેલ્લાં કેટલાંય દિવસોથી સુરતમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
લોકો પણ સ્વભૂં રીતે કોરોનાને અંકુશમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યાં છે. તંત્ર દ્વારા શરતોને આધિન વેપાર-ધંધાની પણ મંજુરી મળી ગઈ છે.
ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગની માફક શહેરની 8 જેટલી ટેકસટાઇલ માર્કેટોએ પણ આગામી તારીખ 19 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેમાંથી 2 ટેકસટાઇલ માર્કેટ ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે શરૂ કરવામાં આવી છે,જો કે આ બન્ને માર્કેટોમાં ફક્ત 10 ટકા દુકાનો જ ખોલવામાં આવી છે, જ્યારે બાકીની દુકાનો ખુલી નથી,.આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, સંક્રમણ વધવાની શક્યતાને પગલે અન્ય વેપારીઓ દુકાન ખોલવા માંગતા નથી.
