Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાઃ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કોરોના પોઝિટીવ, સિમ્સમાં સારવાર હેઠળ

Live TV

X
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો આંક 450 ને પાર કરી ચુક્યો છે અને અત્યાર સુધી જિલ્લામાં કુલ 22 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત થયા છે.

    બનાસકાંઠા જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો આંક 450 ને પાર કરી ચુક્યો છે અને અત્યાર સુધી જિલ્લામાં કુલ 22 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત થયા છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અગાઉ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને કોરોનાની અસર હોવાથી તેઓ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં પાંચ દિવસ સારવાર હેઠળ રહ્યા બાદ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા હતા.

    ત્યાર બાદ હવે દાંતાના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીના પગલા લેવાયા છે.

    જેમાં કાન્તીભાઈ ખરાડી ના રહેઠાણ વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરી તેમના પરિવારના 20 લોકોની તપાસ કરી હતી.જોકે અત્યારે તમામ લોકો સ્વસ્થ જણાતા આરોગ્ય વિભાગે રાહત નો શ્વાસ લઈ આગળ સરકારી ગાઈડલાઈન મુજબ કામગીરી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply