Skip to main content
Settings Settings for Dark

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપીને મોતની સજા

Live TV

X
  • 14 મહિનાના ટૂંકા ગાળામાં ચૂકાદો આપીને ન્યાયપાલિકાએ ઉદાહરણ રૂપ કાર્યવાહી કરી છે

    ગુજરાત હાઈકોર્ટે સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી શખ્સને ગઈકાલે મોતની સજા સંભળાવી હતી. આ કેસનો આરોપી ચોવીસ વર્ષીય અનિલ યાદવ મૂળ બિહારનો છે. પીડિત પરિવાર તેને ઓળખતો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં અનિલ યાદવે આ ગુનો કર્યો હતો. પીડિતા બાળકી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને બાદમાં તેનો મૃતદેહ એક બંધ મકાનમાં અનાજની થેલીમાંથી મળી આવ્યો હતો. આરોપી અનિલ યાદવ બિહાર ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ટૂંક સમયમાં જ ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સુરતની ટ્રાયલ કોર્ટે આરોપીને ફાંસીની સજા કરી હતી. તેને હાઇકોર્ટે ટૂંક સમયમાં જ કેસ ચલાવી યથાવત રાખી હતી. નોંધનીય છે કે, 14 મહિનાના ટૂંકા ગાળામાં ચૂકાદો આપીને ન્યાયપાલિકાએ ઉદાહરણ રૂપ કાર્યવાહી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply