Skip to main content
Settings Settings for Dark

સુરત કોર્ટને બોમ્બની ધમકી આપનાર આરોપી ઝડપાયો

Live TV

X
  • સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઈ-મેઈલ દ્વારા પાંચ હજાર કિલો આરડીએક્સ (RDX)થી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

    પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ પોતાના મિત્રના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હતો. સાયબર ક્રાઈમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેના મોબાઈલમાંથી અન્ય કેટલાક ધમકીભર્યા ડ્રાફ્ટ ઈ-મેઈલ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી લાંબા સમયથી બેરોજગાર હતો અને મોટાભાગનો સમય સોશિયલ મીડિયા તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ પર વિતાવતો હતો.આ ઘટના બાદ પોલીસે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે કે તેઓ પોતાના મોબાઈલ ફોનને હંમેશા પાસવર્ડ કે લોકથી સુરક્ષિત રાખે અને ફોનનો દુરુપયોગ અટકાવવા માટે કોઈપણ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિને ઉપયોગ માટે ન આપે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
apply