Skip to main content
Settings Settings for Dark

વિસનગરમાં રૂ. 10.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન 'વોલેન્ટરી બ્લડ બેંક'નું લોકાર્પણ

Live TV

X
  • મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 'વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક'ના નવનિર્મિત ભવનનું દાતાઓ અને અગ્રગણ્ય નાગરિકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

    આ પ્રસંગે નવચંડી મહાયજ્ઞ અને વાસ્તુ પૂજનનું પણ વિશેષ આયોજન કરાયું હતું. રૂ. 10.5 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સેન્ટર વિસનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.સંસ્થાના અધ્યક્ષ રાજેશ પટેલ, ચેરમેન કીર્તિ પટેલ તેમજ સમગ્ર ટીમનાં પ્રયાસોથી કુલ 10.5  કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું, જેમાંથી રૂ. 9 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ, મોર્ડન મશીનરી અને બ્લડ કલેક્શન વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં એલ.આઈ.સી. (LIC) તરફથી 60 લાખ રૂપિયાનું સી.એસ.આર. (CSR) ફંડ તેમજ સ્થાનિક દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

    આ નવીન લેબોરેટરી અને બ્લડ બેંકમાં વસાવવામાં આવેલા આધુનિક મશીનો દ્વારા -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્લાઝમાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાશે. અહીં રેડ બ્લડ, હોલ બ્લડ, પ્લેટલેટ્સ અને વ્હાઈટ સેલ્સ અલગ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા થેલેસેમિયાથી પીડિત બાળકો, બ્લડ કેન્સરના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ અને ઈમરજન્સી ઓપરેશનવાળા દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.આ બ્લડ બેંકનો લાભ વિસનગર ઉપરાંત ઊંઝા, અંબાજી, વિજાપુર, સતલાસણા અને ગોજારિયા જેવા આસપાસના વિસ્તારોને મળી રહ્યો છે. છેલ્લા 6 વર્ષની સફરમાં સંસ્થા દ્વારા 36,000 થી વધુ રક્ત બોટલ દર્દીઓને પૂરી પાડવામાં આવી છે. દર વર્ષે આશરે 48 જેટલા રક્તદાન કેમ્પ યોજીને દર મહિને 600 થી વધુ રક્તદાતાઓના સહયોગથી દર્દીઓને રક્ત અને તેના ઘટકો પૂરા પાડવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
apply