સુરત : વિકસિત ભારત સંદર્ભે આવતીકાલથી 'ગુજરાતના કાપડ ક્ષેત્રનો દ્રષ્ટિકોણ' વિષય વસ્તુ પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાશે
Live TV
-
ગુજરાતના સુરતમાં આવતીકાલથી વિકસિત ભારતની સંકલ્પના પુરી કરવા માટે ગુજરાતના કાપડ ક્ષેત્રનો દ્રષ્ટિકોણ વિષય વસ્તુ પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો પરિસંવાદમાં જોડાશે. આ પ્રસંગે ગુજરાતનો કાપડ અને વસ્ત્ર ઉદ્યોગ અંગે એક ફિલ્મ દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત દેશ-વિદેશના વક્તાઓ, વિકસિત ભારત માટે કાપડ અને વસ્ત્ર ઉદ્યોગની ભૂમિકા અંગે પ્રાસંગિક પ્રવચનો કરશે.
સમગ્ર કાર્યક્રમને ત્રણ સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે, વિકસીત ભારત માટે ગુજરાતના ટેક્સટાઇલ વિઝનની મહત્વની ભૂમિકા, અગ્રણી ટેક્સટાઇલ માળખાકીય સુવિધા અને વણાટ પરંપરા.
