સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 13,000 કિલો લીટરનું ઑક્સિજન ટેન્ક નંખાયું
Live TV
-
કોરોના મહામારીને કારણે હાલ ઓક્સિજનની ભારે જરૂરિયાત ઉભી થઈ છે. કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા દવા અને ઇન્જેક્શન સાથે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહેવો જરૂરી હોય છે.
આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 13,000 કિલો લિટરની અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. નર્સિંગ કોલેજની પાછળ ઓકિસજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. આ ટેન્કને કારણે ઓક્સિજનનો ફ્લો કોઈ પણ વિક્ષેપ વિના સતત અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે.
ટેન્કમાં રહેલો ઓકિસજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જાય છે. જેથી કંપની દ્વારા રીફિલિંગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા , રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ ડો. જ્યંતી રવિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ નવી ઓક્સીજન ટેન્ક આગામી બે દિવસમાં કાર્યરત થઇ જશે.
