રાજ્યમાં કોરોનાનો કહેર, 778 નવા કેસ નોંધાયા, તો 17ના મોત
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા છે અને 17ના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા છે અને 17ના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 421 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ નવા કેસની સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 37636 થઈ છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8913 છે, જેમાંથી 61 વેન્ટિલેટર પર અને 8852 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં 26,744 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે, તો 1979 લોકોના મોત થયા છે.
અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 187 નવા કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં પણ 249 નવા કેસ નોંધાયા છે અને વડોદરા જિલ્લામાં 68 નવા કેસ નોંધાયા છે અને રાજકોટમાં નવા 40 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, જેમાંથી અમદાવાદ જિલ્લામાં 7ના, સુરત જિલ્લામાં 6ના, અરવલ્લીમાં 2ના, બનાસકાંઠામાં 1 અને ખેડામાં 1નું મોત થઈ રાજ્યમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.
