દ્વારકા જિલ્લામાં હજુ પણ મેઘ મહેર, વર્તુ -2 ડેમના 12 દરવાજા ખોલાયા
Live TV
-
છેલ્લા બે દિવસથી દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં પણ ગોઠણસમ પાણી ભરાયા છે.
તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ, .કલ્યાણપુર અને દ્વારકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બે થી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
દ્વારકાના નીચાણવાળા વિસ્તારો અને રૂપેણ બંદરમાં પાણી ભરાયાની સમસ્યાથી લોકો પ્રભાવિત થયા હતા. તંત્ર દ્વારા પાણી નિકાલની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાણવડમાં સતત ચોથા દિવસે પણ વરસાદ યથાવત રહેતા ડેમમાં પાણીની આવક વધી છે. ભારે વરસાદથી વર્તુ -2 ડેમના હાલ 12 દરવાજા 3 ફૂટ ખોલવમાં આવ્યા છે.
ભારે વરસાદના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 6 ગામને ચેતવણી આપવામાં આવી છે. ભૂમિયાવદર ,મોરાણા , ફટાણા, પરાવડા, સોઢાણા, રાવલ સહિત ગામ ને એલર્ટ કરવામાં આવ્યા છે.
