સુરત : 500 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સરદાર ધામનું નિર્માણ કરાશે
Live TV
-
સુરતમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સરદાર ધામનું નિર્માણ કરાશે. સુરત ખાતે આયોજિત ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ગઈકાલે અંતિમ દિવસ સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ આ જાહેરાત કરી હતી. સુતરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાવર્ગને જાહેર સેવા સર્વિસમાં જવાની વ્યવસ્થા માટે સરદારધામ તૈયાર છે તથા યુવાઓને સરદારધામ તમામ વ્યવસ્થા પૂરી પાડશે. 2026 સુધીમાં 10 હજાર વિદ્યાર્થીઓને વહીવટીતંત્રમાં મોકલવાનો લક્ષ્યાંક છે. ઉલ્લેખનીય છે કે, 30 ચોરસ મીટરના વિસ્તારમાં આયોજિત આ સમિટમાં 950 સ્ટોલ ઊભા કરાયા હતા. ત્રણ દિવસમાં કુલ 7.50 લાખ મુલાકાતીઓએ સમિટની મુલાકાત લીધી હતી. દાતાઓ દ્વારા સરદારધામના નિર્માણ માટે 42 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
