કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાના વધારાનો નિર્ણય
Live TV
-
રાજ્ય સરકારે કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯ લાખ 38 હજાર લોકો તેનો લાભ મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે તારીખ -૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવામાં આવશે. તદાનુસાર પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧ હજાર ૨૧૭ કરોડ રૂપિયાથી વધુ નાણાંકીય ભારણ વધશે.
