સેલવાસાની ડૉ. એપી.જે અબ્દુલ કલામ કોલેજ ખાતે જૈવિક પ્રણાલીઓમાં મેટલ આયનો-ઉભરતા પ્રવાહો' પર વર્કશોપનું આયોજન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે આવેલી ડૉ.એપીજી અબ્દુલ કલામ કોલેજમાં રસાયણશાસ્ત્ર વિભાગ સાયન્સ ફેકલ્ટી દ્વારા 27 અને 28 માર્ચ 2024 ના રોજ 'જૈવિક પ્રણાલીઓમાં મેટલ આયનો-ઉભરતા પ્રવાહો' પર સાયન્સ એકેડેમીઝ લેક્ચર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ માં વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપ એક રીતે યુવા દિમાગમાં આ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરવા અને તેમની આગામી કારકિર્દીમાં સંશોધન હાથ ધરવા માટે ઉત્સુકતા સાથે પ્રજ્વલિત કરવામાં સફળ રહી હતી.યુવા સંશોધકોને નવી તકનીકી પરિભાષાઓ તેમજ આ અભ્યાસો માટે ઉપલબ્ધ વિવિધ સંશોધન તકનીકોનો પરિચય કરાવવામાં પણ વર્કશોપ સફળ રહી. પ્રતિષ્ઠિત પ્રોફેસરો સાથે વાર્તાલાપ કરવાની તક મળતાં શિક્ષકોએ આનંદ વ્યક્ત કર્યો અને વ્યાખ્યાન કાર્યશાળાના આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો.
જેમાં ભારતી દાસન યુનિવર્સિટી તિરુચિરાપલ્લીના પ્રોફેસર એમ.પલાનિંદવરએ વર્કશોપમાં વ્યાખ્યાન આપ્યું હતું અને ડો. એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ ડોકમરડીના રસાયણ શાસ્ત્રના હેડ ડો.સોની અમરેન્દ્રએ આ વ્યાખ્યાન કાર્યશાળાનું સંકલન કર્યું હતું. વર્કશોપના વિષયને લગતા પ્રવચનો આપવા માટે પ્રો. પલાનીંદવર, પ્રો. રવિકાંત, આઈઆઈટી બોમ્બેના રસાયણશાસ્ત્રના વિભાગના વડા, આઈઆઈટી કાનપુરના પ્રો. ડૉ. રાજા અંગમુથુ અને તમિલનાડુની કેન્દ્રીય યુનિવર્સિટીના પ્રો. ડૉ. વી. રાજેન્દિરન વગેરેએ વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપ્યાં હતા.
મેટલ ડી.એન.એ ક્રિયાપ્રતિક્રિયાઓ, ધાતુના સંકુલ દ્વારા ડાયોક્સિજન સક્રિયકરણ, સુપ્રામોલેક્યુલર રસાયણશાસ્ત્ર, નવા કૃત્રિમ માર્વેલ તરીકે પોલિસાયક્લિક એરોમેટિક એમ્બેડેડ પોર્ફિરિનોઇડ્સ, જૈવ-પ્રેરિત પ્રણાલીઓનો ઉપયોગ કરીને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક પરમાણુઓનું સિક્વેસ્ટ્રેશન અને સક્રિયકરણ અને ક્રિયાપ્રતિક્રિયાઓ, લેબોરેટરી અને કોપરબાયોલોજીમાં ) સંભવિત કેન્સર વિરોધી એજન્ટો તરીકે સંકુલો તેમજ મેટલ-આધારિત દવાઓમાં તાજેતરની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ક્ષેત્રોમાં જે સંશોધન થઈ રહ્યું છે તે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું હતું અને તે સહભાગીઓમાં જિજ્ઞાસા જગાડવામાં મહત્ત્વપૂર્ણ હતું.
વર્કશોપમાં 150 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. 40 ટકા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને બાકીના 60 ટકા દાદરા અને નગર હવેલી વિસ્તાર અને આસપાસના વિવિધ કોલેજોના શિક્ષકો, સ્થાનિક શાળાઓના શિક્ષકો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોએ ભાગ લીધો હતો.
