સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ
Live TV
-
છેલ્લા ત્રણ દિવસથી અ ગરમી બાદ આજે વહેલી સવારથી છોટાઉદેપુરમાં વાદળછાયું વાતવરણ છવાયું છે. છોટાઉદેપુર નગરમાં હળવો વરસાદ પણ થયો હતો. છોટાઉદેપુર સિવાય તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે ગરમી થી આંશિક રાહત મળી છે પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા છે.
ડાંગ જિલ્લામાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી આજે સવારથી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સાપુતારા નડગ ચોન્ડ મુરંબી અને ગુંદવહડ જેવા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણને પગલે ગરમી માંથી લોકોને આંશિક રાહત મળી હતી.
