સેવ પર્યાવરણ : મોડાસા નગર પાલિકા દ્વારા શહેરમાં 10 હજાર વૃક્ષારોપણનું લક્ષ્યાંક
Live TV
-
સમગ્ર મોડાસા શહેરમાં વૃક્ષારોપણ કરવાની દિશામાં નગર પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મોડાસા કોમર્સ કોલેજ દ્વારા ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, એન.એસ.એસના વિદ્યાર્થીઓ, એન.સી.સી સહિત કોલેજ સ્ટાફ પણ જોડાયો હતો. મોડાસા નગર પાલિકાસના અને કોલેજના સંયુક્ત કાર્યક્રમમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ સાથે જ મોડાસા શહેરમાં કુલ 10 હજારથી વધુ વૃક્ષા રોપણના લક્ષ્યાંકને પૂર્ણ કરવા સાથે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જે પૈકી ત્રણ હજારથી વધારે વૃક્ષા રોપણ કરી દેવાયું છે. આ સાથે જ જે પણ સોસાયટી અથવા તો મોહલ્લામાં જે લોકોને વૃક્ષારોપણ કરવા ઇચ્છતા હોય તેમને નગર પાલિકા દ્વારા વૃક્ષના છોડ આપવામાં આવી રહ્યા છે. મોડાસા કોમર્સ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સુધીર જોષી સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
