મુખ્યમંત્રીએ પોલીસ આવાસ નિગમની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
વિજય રૂપાણી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, પોલીસની સેવાઓને આધુનિક ઓપ આપીને સારી સેવા આપતા રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ગાંધીનગર સેક્ટર 10 બી મીના બજારમાં નવનિર્મિત કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આવાસ નિગમની નવી ,રજીસ્ટ્રાર ઓફિસના લોકાર્પણ પ્રસંગે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, પોલીસની સેવાઓને આધુનિક ઓપ આપીને સારી સેવા આપતા રહેશે. નવા ભવનના માધ્યમથી પોલીસની ઝડપી સેવાઓ સમય બદ્ધ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી એવું માનતા હતા કે, ઇમારતો ભવ્ય અને સુંદર હોવી જોઇએ જેને આવાસ નિગમ દ્વારા પરીપૂર્ણ કરવામા આવે છે.રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા બાંધવામાં આવેલી રજીસ્ટ્રાર ઓફિસ 8.70 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 2938.50 ચો.મી છે. આ રજીસ્ટ્રાર ભવનમાં ગાંધીનગર વિભાગીય કચેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નવ નિર્મિત બિલ્ડિંગમાં મુખ્યમંત્રી સમક્ષ નિગમની કામગી્રીને લઇને ડોક્યુમેન્ટ્રી અને પ્રેઝેન્ટેશન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
