કરમસદના યુવાનો અનોખી ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી
Live TV
-
વર્તમાન સમયની સમસ્યાઓમાંથી રાહત મળે તેવી આશા જાગી છે
કરમસદના યુવાને પોતાનો વિષય ન હોવા છતાં ,પ્રતિ કલાકના 50થી 60 કિમીની ઝડપે દોડતી અનોખી ઇલેક્ટ્રિક કાર ,તૈયાર કરી છે જેના કારણે વર્તમાન સમયની સમસ્યાઓમાંથી રાહત મળે તેવી આશા જાગી છે. આપ જોઈ રહ્યા છો એ કાર કદાચ ,પ્રથમ દૃષ્ટિએ કોઈ રમકડાની કાર હોય એમ લાગી રહ્યું છે પરંતુ આ અનોખી કાર હાલ આણંદના વિદ્યાનગર કરમસદમાં લોકોની નજર પોતાના તરફ ખેંચી રહી છે. ઘોંઘાટ,પ્રદુષણરહિત અને સાંકડા રસ્તામાંથી પસાર થઈ શકતી આ કાર બનાવી છે કરમસદ ના ,જાગૃત પટેલે, કે જે હોટેલ મેનેજમેન્ટની બીબીએની પદવી ધરાવે છે. કાર બનાવવાનો આઇડિયા ,આ યુવાનને વર્તમાન સમયમાં વધતા ધ્વનિ અને હવાના પ્રદૂષણ ઉપરાંત વધતાજતાં વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા સાથે પેટ્રોલના સતત વધી રહેલા ભાવથી મળ્યો છે.
