ગોધરામાં મહિલાઓને કાયદાઓની તમામ સમજુતી આપતો એક દિવસીય સેમીનાર યોજાયો
Live TV
-
ગોધરાની લો કોલેજ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રટરી તેમજ ન્યાયાધીશ ડો.રાહુલ કરનાણીએ વિદ્યાર્થીઓને સેક્શુઅલ હેરેસ મેન્ટ અને એન્ટી રેગીંગ વિશેના તમામ કાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર દેશમાં જ્યારે મહિલાઓ તેમજ કન્યાઓ પરના અત્યાચારો વધી રહ્યા છે તે ધ્યાનમાં લઈને પંચમહાલ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા મહિલાઓને દુષ્કૃત્ય વિશેની સંપૂર્ણ માહિતી તથા તેને રોકવા માટેના ઉપાયો તેમજ કાયદાઓની તમામ સમજુતી આપતો એક દિવસીય સેમીનાર યોજાયો હતો. ગોધરાની લો કોલેજ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રટરી તેમજ ન્યાયાધીશ ડો.રાહુલ કરનાણીએ વિદ્યાર્થીઓને સેક્શુઅલ હેરેસ મેન્ટ અને એન્ટી રેગીંગ વિશેના તમામ કાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સેમીનારમાં ૧૮ વર્ષથી નીચેની બાળકીઓ સાથે તથા દુષ્કર્મ વિરુદ્ધ અમલમાં આવેલ કાયદા "પોસ્કો એક્ટ" વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી. કન્યાઓ સાથે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમની ઈચ્છા વિરુધ કોઈ પણ દુષ્કૃત્ય કરવામાં આવે તો તેના વિરુધ કાયદેસર કાર્યવાહી કરી શકે તે માટે તેમને તેમના હકો વિશેની જાણકારી આપવામાં આવી હતી. સેમીનારના અંતે વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી.
