પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મુકાતા કાપડની અને કાગળની થેલીઓની માંગ વધી
Live TV
-
પ્લાસ્ટિકના પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે હવે કાપડની અને કાગળની થેલીઓની માંગ વધી છે.
પ્લાસ્ટિકના પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે હવે કાપડની અને કાગળની થેલીઓની માંગ વધી છે. ત્યારે વનબંધુ પરિષદ સામજિક સેવા સંસ્થા દ્વારા સોનગઢ જિલ્લાના 15 થી 16 જેટલા ગામોની 280 મહિલાઓ કાપડ અને કાગળની થેલી બનાવી પગભર થઈ રહી છે. આદિવાસી મહિલાઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પ્રશિક્ષણ આપવામાં આવે છે. મહિલાઓ દ્વારા તૈયાર કરેલી થેલીઓ સુરત અને અન્ય મોટા શહેરોના બજારોમાં વેચાય છે અને વેચાણ બાદ જે નાણાં મળે છે તે આ આદિવાસી મહિલાઓને આપવામાં આવે છે. આમ સરકારની પર્યાવરણ લક્ષી નિતી અમલી થવાથી પર્યાવરણનો બચાવ અને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગારીની તક મળી છે.
