સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો છલકાયા
Live TV
-
સમગ્ર ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા જળાશયો બોર તથા તળાવના તળ ઊંચા આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા જળાશયો બોર તથા તળાવના તળ ઊંચા આવ્યા છે. એક તરફ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો છલકાયા છે ત્યારે વરસાદ વરસતા જૂનાગઢના જામકા ગામના ખેડૂત વલ્લભભાઈ સિદ્ધપુરાના ખેતરમાં 25 મીટર જેટલા ઊંચા ફુવારા ઉડ્યા હતા. ઉલ્લેખનીય છે કે જામકા ગામ જલ ક્રાંતિનું પ્રણેતા અને આદર્શ ગામ તરીકે ઓળખાય છે. જ્યાં ગ્રામજનોએ સરકારી સહાય વગર પણ ચેક ડેમ બનાવ્યા હતા.
