Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મહાદેવને 2,600 કિલો કેરીનો મનોરથ, 10 હજારથી વધુ બાળકોને પ્રસાદ વિતરણ

Live TV

X
  • સોમનાથ મહાદેવને 2,600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો. કેરી મનોરથનો પ્રસાદ 10 હજાર થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવશે.

    આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પ્રથમ વખત 2,600 કિલો કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે. ભક્તોએ કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા હતા. આ 2,600 કિલો કેરી વેરાવળ શહેરના હરસિધ્ધી, ભીડીયા, બંદર રોડ, તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ગામડાઓની આંગણવાડીઓના બાળકોને આ કેરીનું વિતરણ કરવામાં આવશે.

    આદ્રી, પાલડી, ચાંડુવાવ, સીડોકર, સારસવા, સિમાર, સુપાસી, વડોદરા ડોડિયા, કિંદરવા, આજોઠા, બાદલપરા, બિજ, મેઘપુર, ભાલપરા, કાજલી, સોનારીયા, છાત્રોડા, નવાપરા, ડાભોર, તાતીવેલા, ડારી, દેદા, મલોંઢા, છાપરી, વાવળીઆદ્રી, ચમોડા, મોરાજ, ગોવિંદપરા, આંબલીયારા, ઇણાજ, ઉંબા, સવની, ભેરાળા, મંડોર, ઉમરાળા, હસનાવદર સહિતના 55 ગામડાઓની કુલ 324 આંગણવાડીઓના 3 થી 6 વર્ષની ઉંમર ધરાવતા 10,270 બાળકોને બે દિવસમાં આ કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

    સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇએ કેરી મનોરથની સંકલ્પ પૂજા કરી હતી. આંગણવાડીના બાળકો સુધી પ્રસાદ પહોંચે અને સુનિયોજીત રીતે વિતરણ થાય તે અંગે માઇક્રોપ્લાનીંગ અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply