'સોમનાથ સ્વાભિમાન પર્વ'; અતૂટ આસ્થાના 1000 વર્ષ
Live TV
-
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ.
'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજ્યભરમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિ કુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે; સોમનાથ મહાદેવની સાથે-સાથે દેશભરના શિવાલયો ઓમકાર મંત્ર જાપથી ગુંજી ઉઠ્યા હતા.
