સોશિયલ મીડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે : ડીજીપી શિવાનંદ ઝા
Live TV
-
તાજેતરમાં સોશિયલ મીડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ફરતા થયા હતા. આ અંગે ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી સ્પષ્ટતા કરી છે કે, પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ સાહસને વરેલું તથા સાહસ, શૌર્ય અને સેવાને સમર્પિત વિભાગ છે. ત્યારે આ પ્રકારના મેસેજ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત ગાંધીનગરમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
