Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક સ્થળોએ સ્વૈચ્છિક બંધની જાહેરાત

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક સ્થળોએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરાઈ છે. ખેડામાં સવારે ૮ થી ૧૨ દરમિયાન તો સુરેન્દ્રનગરમાં સવારના 7થી સાંજે 4 વાગ્યા સુધી જ રોજગાર-વ્યવસાય ચાલુ રાખવાની કરાઈ અપીલ- મહિસાગરમાં જન સેવા કેન્દ્રોમાં માત્ર આરોગ્ય સેવા સંબંધીત અને આવકના દાખલાની જ થશે કામગીરી

    બીજી તરફ કોરોના સંક્રમણને રોકવા રાજ્યના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવાની ઘટનાઓ વધી રહી છે.ખેડા જિલ્લામાં અનલોક-૨ પછી પણ સતત સંક્રમણના કેસ વધતા તંત્ર દ્વારા નડિયાદમાં આજથી ૩0 જૂલાઈ સુધી તમામ વેપારીઓને સવારે ૮ થી ૧૨ દરમિયાન પોતાના રોજગાર-વ્યવસાય ચાલુ રાખવા અને બપોરે 12 પછી સૌએ સ્વેચ્છાએ લોકડાઉન પાળવાનું કહેવામાં આવ્યું છે.એ જ રીતે મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલા જન - સેવા કેન્દ્રમાં લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સ ના અભાવને જોતા જનસેવા કેન્દ્રોની સેવા મર્યાદીત કરી દેવાઈ છે.જનસેવા કેન્દ્રોમાં આરોગ્ય સેવા સંબંધીત અને આવકના દાખલા જ આપવા સિવાયની કામગીરી 31 જૂલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને વધતુ અટકાવવા વઢવાણ, ધ્રાંગધ્રા અને લીંબડી નગર પાલિકા વિસ્તારમાં 31 જુલાઈ સુધી ધંધા રોજગાર સવારના 7થી સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. દૂધ, શાકભાજી અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ દુકાન પર બેથી વધુ લોકો એકઠાં નહીં થઇ શકે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply