ગુજરાત ભાજપ પ્રદેશના નવા પ્રમુખ તરીકે સી.આર પાટીલે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો
Live TV
-
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ગુજરાત ભાજપ પ્રદેશના નવા પ્રમુખ તરીકે સી.આર પાટીલે કમલમ ખાતે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો . સી.આર. પાટીલ તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે કમલમ પહોંચ્યા ત્યારે ઢોલ નગારા સાથે તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ. આ સમયે ભાજપ પ્રદેશના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ભાજપના વરિષ્ટ્ર આગેવાનો હાજર રહ્યા હતા. એક સામાન્ય કાર્યકાર શરૂઆત કરી સાંસદ બન્યા બાદ કેન્દ્રિય ભાજપ હાઇ કમાન્ડે ખુબ મહત્વની જવાબદારી સોપી છે ત્યારે તેમણે ભાજપને સૌને સાથે રાખીને નવી ઉંચાઇ પર લઇ જવાનો નિરધાર વ્યક્ત કર્યો હતો.
