સૌની યોજનાના ફેઇઝ-ર ના કામો ૧પ ઓગસ્ટ પહેલાં પૂરાં કરવા જળસંપત્તિ વિભાગને સૂચના
Live TV
-
મુખ્યમંત્રી 'સૌની' યોજનાના કાર્યોની પ્રગતિની સમીક્ષા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદા જળથી તૃપ્ત કરનારી 'સૌની' યોજનાના ફેઇઝ-ર ના કામો આગામી સ્વાતંત્ર્ય દિવસ ૧પ ઓગસ્ટ પહેલાં સંપૂર્ણત: પૂરાં કરી દેવા રાજ્યના જળસંપત્તિ વિભાગને સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી 'સૌની' યોજનાના કાર્યોની પ્રગતિની સમીક્ષા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, નર્મદા મૈયાના જળ, કચ્છ-સૌરાષ્ટ્રમાં પહોચાડીને આ વિસ્તારોના ૧૧પ જળાશયો નર્મદા જળથી ભરીને ,૧૧ જિલ્લાના ૭૩૭ ગામો તથા ૩૧ શહેરોને સિંચાઇ અને પીવા માટે પાણી આપવાની ઇજનેરી કૌશલ્યયુકત આ એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ જતાં ,૧૬ ડેમમાં પાણી આપી શકાય છે. અને હવે બીજા તબક્કામાં ,પ૪૧ કિ.મીટર પાઇપ લાઇન કામોથી ,પ૭ જળાશયો ભરવાની કામગીરી પણ ,પૂર્ણતાને આરે છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું ,કે, બીજા તબક્કાની ચારેય લીંકની, બધી જ કામગીરી ,૧પ ઓગસ્ટ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ કરવાના સમયબદ્ધ આયોજન સાથે ,વિભાગ કાર્યરત રહે. મુખ્યમંત્રીએ સૌનીના ત્રીજા તબક્કાની, ફેઇઝ-૩ની કામગીરીની વિશદ છણાવટ કરતાં કહ્યું, કે, ત્રીજા તબક્કામાં ,ત્રણ લીંક દ્વારા ૪પ૭ કિ.મી.ની પાઇપલાઇનથી, ૪ર જળાશયો ડેમ ભરવાના થાય છે તે કામગીરી પણ માર્ચ-ર૦ર૧ સુધીમાં એટલે કે આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં પૂરી થાય, તેવું આયોજન વિભાગ કરે.
