વાહનોના દસ્તાવેજ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત તમામ દસ્તાવેજોની વેલિડિટી સપ્ટેમ્બર સુધી વધી
Live TV
-
જે વાહન દસ્તાવેજોની સમયમર્યાદા પુરી થઇ રહી હોય ,તેને પુરી થયેલી નહીં માનવામાં આવે
સરકારે વાહનોના દસ્તાવેજ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત તમામ દસ્તાવેજોની વેલિડિટી સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. અર્થાત જે વાહન દસ્તાવેજોની સમયમર્યાદા પુરી થઇ રહી હોય ,તેને પુરી થયેલી નહીં માનવામાં આવે. જૂના દસ્તાવેજ સપ્ટેમ્બર 2020 સુધી માન્ય રહેશે. આ દસ્તાવેજોમાં ફીટનેસ, તમામ પ્રકારની પરમિટ , ડ્રાઇવિંગ લાયસન્સ, નોંધણી દસ્તાવેજ કે મોટર વાહન નિયમ હેઠળના અનેક દસ્તાવજનો સમાવેશ થાય છે. મંત્રાલયે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ,આ નિર્ણય સંબંધમાં, એક એડવાઇઝરી જારી કરી છે. દેશભરમાં અમલી લોકડાઉન દરમિયાન ,તમામ કાર્યાલયો બંધ રહેતાં , કેન્દ્ર સરકારે આવા વાહનોની કાયદેસરની સમયમર્યાદાને વધારવા નિર્ણય લીધો છે.
