Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

Live TV

X
  • ગાંધીનગર અને અમદાવાદમાં હળવા ઝાપટાં થવાની શક્યતા છે.

    રાજ્યમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની સંભાવના છે.

    સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં હળવા ઝાપટાં થવાની શક્યતા છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા- બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનના લીધે બંધ કરાઈ છે અને વાતાવરણ સામાન્ય બન્યા બાદ ફેરી બોટ ફરીથી શરૂ કરાશે તેવો નિર્ણય સત્તામંડળ દ્વારા લેવાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply